રતનપરમાં રહેતા પરિવારની દીકરીને કુંભારપરામાં રહેતો યશ જગદીશભાઈ રાઠોડ ભગાડી ગયો હતો જે બાબતે બાદમાં સમાધાન થઈ જતાં દિકરી તેના પરિવારજનોને પરત સોંપવામાં આવી હતી પરંતુ યશ જગદીશભાઈ રાઠોડ અવારનવાર યુવતીના પરિવારજનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ભોગ બનનાર પરિવારે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.