ડભોઇ: તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે યાત્રાળુઓને વધુ સુવિધા મળે તે માટે 12 કરોડના વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ ધારાસભ્ય શૈલેષ મહેતાના સક્રિય પ્રયત્નોથી ફળવાયેલો છે. નર્મદા કાંઠે પાર્કિંગ, શૌચાલય, ચેન્જિંગ રૂમ, ફૂડ કોર્ટ અને આરસીસી રોડ જેવી આધુનિક સુવિધાઓ આગામી દિવસોમાં યાત્રિકોને ઉપલબ્ધ થશે.