શહેરા - ગોધરા હાઇવે પર આવેલ શહેરાની વાઘજીપુર ચોકડી પર શનિવારની રાત્રિ એ ચાલુ અર્ટિગા કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી,અગમ્ય કારણોસર કારમાં આગ લાગતા કારમાં સવાર 5 વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી કારમાંથી ઉતરી પડ્યા હતા,અને જોતજોતામાં કારમાં લાગેલી આગ એકાએક ભભૂકી ઉઠતા આખેઆખી કાર બળીને ખાખ થઈ હતી,જોકે કારમાં સવાર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.