ગોધરા: તિરગરવાસમાં રસ્તાનું કામ કરવા આવેલા ગર્ભવતી શ્રમિક મહિલા પર સ્થાનિક મહિલાએ નજીવી બાબતે ઝઘડો કરીને માર મારતા ચકચાર
ગોધરાના તીરઘરવાસ વિસ્તારમાં ગર્ભવતી આદિવાસી શ્રમિક મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે. કિંજલબેન નિનામા નામના ગર્ભવતી મહિલા લઘુશંકા અર્થે ગયા ત્યારે સ્થાનિક રહેવાસી ટીનાબેન મિસ્ત્રીએ ઓઢણીથી ગળું વીંટાળીને તેમનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. ઘટનાની જાણ થતા આસપાસ લોકો એકત્ર થઈ ગયા હતા અને વીડિયોઝ પણ વાયરલ થયા હતા. સ્થાનિક લોકોએ ટીનાબેનના વર્તનનો વિરોધ કર્યો, જ્યારે ટીનાબેને આરોપોનો ઇનકાર કર્યો છે. કિંજલબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી