જામનગર: માર્ગ અને મકાન વિભાગ દ્વારા અલિયાબાડા-વિજરખી રોડનું રિસરફેસિંગ કાર્ય શરૂ
ચોમાસા દરમિયાન રોડ પર પડેલા ખાડા અને માર્ગ ધોવાણને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. લોકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે આ રોડને ફરીથી સુગમ બનાવવા માટે ઝડપી કામગીરી શરૂ કરી છે