વાયરલ ઓડિયો નો વિવાદ ચરમશીમા પર, કાયદેસર કાર્યવાહી ની માંગ સાથે અમરેલી દલિત સમાજના લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશનન
Amreli City, Amreli | Nov 2, 2025
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતનભાઈ ધાનાણીનો એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દલિત સમાજ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ ઘટનાએ વિવાદ ચરમસીમાએ પહોંચાડ્યો છે. દલિત સમાજના લોકો આજે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકર વસંતભાઈ ચાવડાએ પણ આ મુદ્દે ચેતવણી આપતા કહ્યું કે દલિત સમાજ સામે અપમાનજનક શબ્દો સહન કરવામાં નહીં આવે અને યોગ્ય પગલાં લેવાની માગણી કરી છે.