રાજકોટ દક્ષિણ: તસ્કરો બેફામ,શહેરની ભક્તિનગર સોસાયટીમાં ચોરીનો ફરી વધુ એક બનાવ, તસ્કરોને ઝડપી પાડવા ભક્તિનગર પોલીસની કવાયત
શહેરમાં ફરી વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના ભક્તિનગર સોસાયટી શેરી નંબર પાંચમાં આવેલ 'અલભ્ય' મકાનમાં રૂપિયા 40 લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસ સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.