પેટલાદના વડદલા ગામનું ગૌરવ સમાન ઠાકોર જીગ્નેશકુમાર પવિણભાઈને ભારત માતાની સેવામાં આર્મીમાં પસંદગી પામતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં તેમનું હાર્દિક અભિવાદન તથા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગ ભારતીય જનતા પાર્ટીના પેટલાદ તાલુકા સંગઠન પ્રમુખ અને વડદલા ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ ઠાકોર તથા તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ ઠાકોર તથા ગામના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.