ગાંધીધામમાં મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે 'યુનિટી ઓફ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ' અને 'મહેશ્વરી યુવા સંગઠન' દ્વારા આજે વિશાળ 'મહાબાઈક રેલી'નું આયોજન કરાયું હતું. બપોરે ડી.પી.ટી. ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ રેલીમાં મહેશ્વરી સમાજના હજારો યુવાનો અને વડીલો પરંપરાગત ઉત્સાહ સાથે જોડાયા હતા. શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું.