તળાજા: અલંગ-મણાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અલંગ-મણાર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને ગ્રામજનોમાં મેઘમહેરથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. અલંગ-મણાર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી મ