માણાવદર: ના સરાડીયા ગામે ટ્રેકટર ફરી વળતા યુવાનનું મોત
માણાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મનિષાબેન કિશોરભાઈ પરમાર(ઉ.વ.૨૫)એ અજાણ્યા ટ્રેકટર ચાલક વીરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, પોતાના મૃતક પતિ કિશોરભાઈ સરાડીયા ગામ નજીક એસ.આર.પેટ્રોલ પંપની બાજુમાં સુતા હતા ત્યારે અજાણ્યા ટ્રેકટરનો ચાલક ટ્રેકટર બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પતિ ઉપર ચડાવી દઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.