મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ભારત રત્ન, પ્રખર રાજનેતા, શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જ્યંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ
શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.ભારત રત્ન, પ્રખર રાજનેતા તથા સુશાસનના પ્રણેતાશ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી 'સુશાસન દિવસ 'નિમિત્તે દેવસ્થાન ખાતે પુષ્પ ચઢાવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે શ્રી અટલજીના પ્રેરણાદાયક જીવન અને દેશસેવામાં આપેલા અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતી પ્રદર્શનીનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા.