બાલાસિનોર: હાંડિયા આંગણવાડી કેન્દ્રની સહાયક માહિતી નિયામકએ મુલાકાત લીધી સમીક્ષા કરી
મહીસાગર જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના હાંડિયા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રની સહાયક માહિતી નિયામક હરીશભાઈ પરમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જેમાં બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહારની તેમજ બાળકોને આપવામાં આવતી આરોગ્ય લક્ષી સારવાર સહિત વિવિધ સુવિધાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને તેમના દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું.