પાદરા વિધાનસભા વિસ્તારમાં આવેલ ઘાયજ તથા ગણપતપુરા ગામમાં સિલોક્સ કંપની દ્વારા નવીન નિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવી આંગણવાડી કેન્દ્ર દ્વારા ગામના બાળકોને પ્રારંભિક શિક્ષણ, પૌષ્ટિક આહાર તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના પરિણામે બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ વધારો થવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્ર બાળકોના ભવિષ્ય ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ