જામનગરના બેડીમાં આવેલી પ્રાથમિક શાળામાં આજરોજ વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો હતો, શાળામાં આગ લાગતા અભ્યાસ કરતા નાના ભૂલકાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગવાથી પહેલા, બીજા અને ત્રીજા ધોરણના ભૂલકાંઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. શિક્ષકો દ્વારા આગને કાબુમાં લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના પગલે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.