શહેરા: શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલા કુમકુમ મંદિરે સત્સંગ સભા યોજાઈ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલા શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિરે ખાતે લાભપાંચમના રોજ સત્સંગ સભા યોજવામાં આવી હતી,જેમાં પંચમહાલ જીલ્લાના હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગસભાનો લાભ લીધો હતો.આ પ્રસંગે કીર્તનભક્તિ - ધૂન આદિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.