વિજાપુર: વિજાપુર ગ્રામ્ય વિસ્તારમાં જેપુર–હાથીપુરા એપ્રોચ રોડનું રીસર્ફેસિંગ કાર્ય ધારાસભ્ય ના પ્રયત્નોથી પ્રારંભ કરાયું
વિજાપુર તાલુકાના માર્ગ વિકાસ કાર્યોને નવી દિશਾ આપતા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેપુરથી હાથીપુરા એપ્રોચ રોડ તેમજ ગામતળમાં સી.સી. અને ડામર રોડ ફર્નીશિંગ માટે ની કામગીરી ધારા સભ્ય સીજે ચાવડા ના પ્રયત્નો થી શરૂ કરવામાં આવી હતી.ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવતા આ મહત્વપૂર્ણ કાર્યને વેગ મળ્યો છે. હાલ આ રોડના રીસર્ફેસિંગ તથા મજબૂતીકરણનું કામ તબક્કાવાર આજરોજ શનિવારે સવારે11 કલાકે શરૂ થઈ ગયું છે.