ભરૂચ: દહેજ પોલીસે પ્રોહીબીશન સહિત 15 ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
દહેજ પોલીસે પ્રોહીબીશન સહિત 15 ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ .એચ.બી.ઝાલા તથા સેકન્ડ પી.આઈ.કે.જી.સિસોદીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દહેજ પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુણનામાં સંડોવાયેલ આરોપી દહેજ તેના ઘરે આવેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી રાહુલ સુરેશભાઈ રાઠોડને ઝડપી પાડી 15 ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી હતી