દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ગોધરા રેલવે સ્ટેશનની સુરક્ષામાં તાત્કાલિક વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ-દિલ્હી તરફની મહત્વની મુસાફર ટ્રેનોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે આરપીએફ (RPF), જીઆરપી (GRP) અને ડોગ સ્ક્વોર્ડ ટીમ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેશન પર આવતા-જતા શંકાસ્પદ જણાતા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુસાફરોના