એબીવીપી દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવ્યું
Bhavnagar City, Bhavnagar | Sep 15, 2025
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ભરત રામાનુજને આવેદનપત્ર પાઠવાયું હતું. તેમાં BCA સેમેસ્ટર-5 માં નવા વિષય સોફ્ટવેર એન્જિનિયરિંગ ઉમેરાતા વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય ન મળતાં મુશ્કેલી થતી હોવાની રજૂઆત થઈ.સાથે જ યુનિવર્સિટી કેમ્પસમાં લાંબા સમયથી સાફ-સફાઈનો અભાવ દૂર કરવાની માંગણી કરવામાં આવી. વધુમાં, આવનારા યુથ ફેસ્ટિવલમાંથી લોકગીત, દુહા અને છંદ જેવી પરંપરાગત સ્પર્ધાઓ દૂર કરવાને લઈને પણ વિરોધ વ્યક્ત કર્યો.