મોરવા હડફ: મોરવા હડફના નવાગામ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો
નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મોરવા હડફ દ્વારા રજાયતા જિલ્લા પંચાયત સીટ સમાવિષ્ટ નવાગામ ગ્રામ પંચાયત મુકામે આયોજિત સ્નેહ સંમેલન કાર્યક્રમ તા.26 ઓક્ટોબર રવિવારના રોજ યોજાયો હતો જેમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું જેની માહિતી તા.26 ઓક્ટોબર રવિવારે રાત્રે 8 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી મળવા પામી હતી