જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ
જુનાગઢ ના કૃષિ યુનિવર્સિટી ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરના અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સહાય અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના કુલ 3696 લાભાર્થીઓને 16,26,68,352 ની ચુકવણી કરવામાં આવી હતી.