પુણા: પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના નવ ઝોનમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાં દરોડા,સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા
Puna, Surat | Oct 14, 2025 મંગળવારે શહેરના અલગ અલગ નવ ઝોનમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ વિક્રેતાઓના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે મીઠાઈ વિક્રેતાઓના ત્યાંથી કાજુકતરી સહિત વિવિધ મીઠાઈના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે સેમ્પલોને સીલ કરી તપાસ અર્થે પાલિકાની વેસુ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જે સેમ્પલો નો રિપોર્ટ આવ્યા બાદ જો સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાય આવશે પાલિકા દ્વારા કસૂરવાર વેપારી સામે કાર્યવાહી કરાશે.