ભરૂચ: ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે પુષ્યનક્ષત્રમાં સોનાની ખરીદી ૫૦ ટકા ઘટી.
વિશ્વસ્તરે સોનાના બજારમાં ભારે તેજી ચાલી રહી છે. સોનું અકલ્પનિય રીતે હાલમાં એક તોલાના ૧.૩૦ લાખની આસપાસ પહોંચી ગયું છે. ત્યારે આટલું મોંધુ સોનું ખરીદી કરવાનો વિચાર પણ હવે સામાન્ય અને મધ્યમવર્ગના બજેટની બહાર નિકળી ગયો છે. સોનાએ સામાન્ય પછડાટ સિવાય સતત ઉપર તરફ જવાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે.