વાઘોડિયા: આજવા રોડ પર બે બાઈક સામસામે અથડાતા યુવક ઇજાગ્રસ્ત
આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. બાઈક ચાલક પોતાનું બાઈક પૂર ઝડપે હંકારીને આવી રહ્યા હોય જે દરમિયાન બંને બાઈક સામસામે અથડાયા હતા જેના કારણે દીપકભાઈ નામના યુવક ઇજાગ્રસ્ત થયા હતા તેઓ આજવા રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.