પીપળીધામ ખાતે સતત બીજા દિવસે ભાઈબીજ ના દિવસે પણ રામદેવપીર મંદિરના દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટયું હતું જેમાં હજ્જારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પીપળી ખાતે પધાર્યા હતા ત્યારે આટલા લોકોના ઘસારાના કારણે પીપળી ગામ ખાતે ગાડીઓ અને બાઇકો ના લીધે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી રોડ પરના ઘરના રહીશો ત્રસ્ત થયા હતા ત્યારે અપૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને અપૂરતી ટ્રાફિક વ્યવસ્થાને લઈને રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.