રાપર તાલુકાના ખીરઈ ગામે કોઈ અસામાજિક તત્વો દ્વારા ખીરઈ ગામની બાજુમાં આવેલ પાબુજી દાદાના મંદિરમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી.આ ઘટનાથીલોકોમાં ભારે રોષ ફેલાતા આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.દરમ્યાન પોલીસ તપાસ કરી આજે આરોપીને બાદરગઢ સીમમાંથી ઝડપી પાડ્યો હતો..