ગોધરા: શહેરના પાંજરાપોળ ખાતે ચાચર ચોકમાં 27મો પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન
ગોધરાના પાંજરાપોળ ખાતે ચાચરચોકમાં પવિત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે જગતજનની મા જગદંબાના 27મા પાટોત્સવનું ભવ્ય આયોજન થયું. નવચંડી યજ્ઞ સવારથી સાંજ સુધી ચાલી જેમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના અને હવન કર્યા. ભક્તોએ કુટુંબ સુખ-સમૃદ્ધિ અને સમાજ કલ્યાણ માટે આહુતિ આપી. સાંજે મા જગદંબાની ભવ્ય આરતી બાદ પ્રસાદીનું આયોજન થયું. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ભક્તિમય માહોલ સર્જાયો.