અમેરિકન ટેરિફની ગુજરાતના ફિશ એક્સપોર્ટર્સ પર અસર,અગ્રણી જગદીશ ફોફંડિએ તેમની કંપનીએથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 15, 2025
અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફની અસર વેરાવળ સુધી પહોંચી છે.ખાસ કરીને ગુજરાતના ફિશ એક્સપોર્ટર્સ પર તેની ખાસી એવી અસર થઈ છે.ઘણા ખરા ઓર્ડર પણ સસ્પેન્શન પર રાખવામાં આવ્યા છે.40 ટકા જેટલી શ્રીમ્પ ( ઝીંગાની ) નિકાસ માત્ર યુએસમાં જ થતી હતી.જેના પર ઘણી અસર થઈ છે. આ સિવાય ઘણા વૈકલ્પિક રસ્તાઓ પણ સરકાર અને એક્સપોર્ટ્સ શોધી રહ્યા છે. પરંતુ તેના માટે મહત્વનું રાજકોટ ખાતે ચિલ ફિશ એક્સપોર્ટ કરવા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવે તો તેનો લાભ પણ મળી શકે.