કોસંબા નજીક એક હૃદદયદ્રાવક ઘટના સામે આવી છે. કોસંબા નજીક| આવેલા હથોડા ગામે સત્યમ ટેક્સટાઇલ પાર્કના પ્લોટ નંબર 112માં પેપરના સામાનથી ભરેલા ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં રમી રહેલા શ્રમજીવી પરિવારના બે બાળકો પૈકી એક 3 વર્ષના બાળકનું આગમાં હોમાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે.