ખંભાળિયા: તળાવ સુકાતા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ, ગ્રામજનોએ અબોલ જીવોને બચાવ્યા
ખંભાળિયાના ભંડારીયા ગામે તળાવ સુકાતા મુશ્કેલીમાં મુકાયેલા માછલીઓ અને કાચબાઓને ગ્રામજનોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સાથે જ શિકાર કરવા આવેલા તત્વોને પકડી 60,000 રૂપિયાનો દંડ કરી તે રકમ ગૌશાળામાં આપવાનો નિર્ણય લેવાયો છે.