વલ્લભીપુર: તાલુકાના રતનપર ગાયકવાડી ગામે પ્રાઇવેટ ફાઇનાન્સના ચંગુલમાં ફસાઈ પરિવાર રોડ પર આવ્યો
તાલુકાના રતનપર ગાયકવાડી ગામે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની દ્વારા લોન ના હપ્તા ન ભરતા કોર્ટ દ્વારા નોટિસ આપી પોલીસ પ્રોટેક્શન સાથે મકાન સીઝ કરવામાં આવ્યું હતું , જેથી પરિવાર રોડ પર અવી ગયો હતો , સરકારી પ્લોટ અને સરદાર આવસનું મકાન ધરાવતા માલિકના મોટા દીકરા દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપની ને તેના નાના ભાઈ દ્વારા ખોટા દસ્તાવેજી પુરાવા રજૂ કરી લોન આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા .