સ્વામી વિવેકાનંદ કોલેજ, પાલીતાણા ખાતે વિદ્યાર્થીઓમાં નાણાકીય જાગૃતિ લાવવા માટે સેબી (SEBI) દ્વારા માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિષ્ણાતોએ શેર બજાર શું છે, તેમાં કેવી રીતે રોકાણ કરવું, જોખમ અને વળતરનો સંબંધ, તેમજ સાચા સ્રોતમાંથી માહિતી મેળવવાની રીત વિશે સરળ ભાષામાં સમજાવી હતી. ખાસ કરીને યુવાનો રોકાણની શરૂઆત કરતી વખતે કરાતી સામાન્ય ભૂલો અને તેને કેવી રીતે ટાળવી તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.