તળાજા: 181 મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરી, તળાજાની પીડિત મહિલાને મળ્યો સુરક્ષિત આશ્રય
તળાજા તાલુકામાં રહેતી એક પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરીને પોતાના પતિ દ્વારા થતી હેરાનગતિ અને મારપીટ અંગે જાણ કરી મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ પાલીતાણા 181 મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ અને પાયલોટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમ દ્વારા મહિલાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા મૂળ મહારાષ્ટ્રની રહેવાસી છે અને તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવનને નવ વર્ષ જેટલો સમય થયો છે અને દંપતીને બે સંતાનો