દહેગામ: બહિયલમાં ગેરકાયદે દબાણકારોમાં ફફડાટ: ગેરકાયદે દબાણો જાતે જ દૂર કર્યા
બહિયલમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે. દાદાનું બુલડોઝર ફરી વળે તે પહેલાં જ દબાણકારોએ પોતાના ગેરકાયદે દબાણ જાતે દૂર કર્યા હતા. બુધવારે સાંજે 6 વાગ્યા સુધી દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. બુધવારે સવારે 11 વાગ્યે ગેરકાયદે કરવામાં આવેલા દુકાનદારોએ દબાણ જાતે જ દૂર કર્યા હતા. તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો પર નોટિસ ફટકારવામાં આવી હતી.