સરદાર સન્માન યાત્રા વેરાવળ પહોંચી, શહેરના મુખ્ય માર્ગો પરથી યાત્રા પસાર થતા વિવિધ જગ્યાઓએ સ્વાગત કરવામાં આવ્યું
Veraval City, Gir Somnath | Sep 22, 2025
બારડોલી થી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રા આજરોજ ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે પહોંચી હતી.દરમિયાન વેરાવળમાં મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સોમનાથ ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે.દરમિયાન શહેરના વિવિધ સંગઠનો,સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકીય અને બિનરાજકીય આગેવાનો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.