મહુવા: અગતરિયા પાટિયા નજીક વાહન ચેકિંગ દરમિયાન છરી સાથે એક શખ્સ ઝડપાયો
મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઈ પ્રિયાકુમારી રાણસિંગભાઈ ચૌધરી તથા પોલીસ સ્ટાફ અગતરિયા ગામના પાટિયા નજીક વાહન ચેકિંગમાં વ્યસ્ત હતા. તે દરમિયાન દુધાળા ગામ તરફથી આવી રહેલા એક શંકાસ્પદ બર્ગમેન સ્ટ્રીટ મોટરસાયકલ ચાલકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે યુવકની અંગત તપાસ કરતાં તેના પેન્ટના નેફામાંથી એક પ્લાસ્ટિકના હાથાવાળી સ્ટેનલેસ સ્ટીલની ધારદાર છરી મળી આવી હતી. પંચોની હાજરીમાં પૂછપરછ કરતાં યુવકે પોતાનું નામ ગૌરાંગભાઈ જેન્તીભાઈ શીયાળ, ઉં