ભરૂચ: એલસીબીએ સોના આઇસ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીની ઓફિસમાં શેર બજારના ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સોના આઇસ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન ઘોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.ભરૂચ એલસીબીએ સ્થળ પરથી દેશના અર્થતંત્રને નુકશાન કરી શેર બજારના શેરની લે વેચના સોદા કરી શેર બજારના ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમતા 5 જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડી ત્રણ વાહનો અને 10 ફોન મળી કુલ 30.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.