ઇચ્છાપોર પોલીસે ડમ્પર,ટ્રેલર સહિતના વાહનોમાંથી હેવી બેટરીની ચોરી કરતા બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.ઇચ્છાપોર વિસ્તારમાંથી પોલીસે સુરેશ યાદવ અને કરણ રાજપૂતની ધરપકડ કરી છે.જે આરોપીઓ પાસેથી ચોરીની 15 જેટલી હેવી વાહનોની બેટરી કબ્જે કરવામાં આવી હતી.આરોપીઓ પાસેથી ચોરીની બેટરી,ઓટો રિક્ષા સહિત 2 લાખથી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ ઇચ્છાપોર પોલીસે હાથ ધરી હતી.