લીલીયા: લીલીયા નાવલી બજારમાં આરોગ્ય પર સંકટ — ગંદકી સામે તંત્ર નિષ્ક્રિય-તંત્ર સામે આમ આદમી પાર્ટીનો આક્રોશ
Lilia, Amreli | Nov 11, 2025 લીલીયા શહેરના નાવલી બજાર વિસ્તારમાં ગટરના પાણી ભરાઈ જવાથી લોકો ભારે તકલીફમાં મુકાયા છે. ગંદકી અને દુર્ગંધથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તેમજ આરોગ્યને ગંભીર જોખમ ઊભું થયું છે.આ પરિસ્થિતિને લઈ લીલીયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણીએ સ્થળની મુલાકાત લીધી અને સોશિયલ મીડિયા પર ત્યાંની ખરાબ હાલતનો વીડિયો વાયરલ કર્યો.