નડિયાદમાં નવા વર્ષે 6 કરોડના ખર્ચે નવા 15 સીસી રોડ બનશે નડિયાદમાં આગામી સમયમાં 15 જેટલા માર્ગોને સીસી કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરાનાર છે. આમાં મુખ્ય માર્ગ ઉપરાંત સોસાયટીના માર્ગોને પણ આવરી લેવાયા છે. જેને કારણે રહીશોને પણ ઉબડખાબડ માર્ગમાંથી મુક્તિ મળશે.નડિયાદ મનપા દ્વારા કુલ 15 રસ્તાઓ આરસીસી કરવાનું આયોજન કરાયું છે. જેમાં 610.69 લાખના ખર્ચે શહેરના ફાયર સ્ટેશન રોડથી કેનાલ સુધીનો માર્ગ, પ્રાઈમ રોડ બનાવવામાં આવનાર છે.