અંજાર: અંજાર-ભુજ રોડ પર આવેલા ઓક્ટ્રોઇ નાકા પાસે અંજાર પોલીસ દ્વારા ટાઉન પોલીસ ચોકીનું બાંધકામ કરવા ખાતમુહુર્તનું આયોજન
Anjar, Kutch | Sep 22, 2025 અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા શહેરની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંજાર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી આ જગ્યાને કાયમી રીતે જનહિતમાં ઉપયોગી બનાવવા માટે અંજાર-ભુજ રોડ પર આવેલા ઓક્ટ્રોઇ નાકા પાસે પોલીસ ચોકીનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. જેનું આજરોજ સાંજના 5:00 વાગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું