બેચરાજી થી સુરેન્દ્રનગર સુધી રોડનું નિર્માણ કાર્ય હાલ જોરશોર થી ચાલુ છે ત્યારે પાટડી-બજાણા જતો રોડ જગ્યા જગ્યાએથી હાલ તૂટવાના કારણે તેમાં મસમોટા ખાડાઓ પડ્યા છે અને ધૂળની ડમરીઓ ઉડવાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નિર્માણ કાર્ય વચ્ચે આ રોડની કામચલાઉ મેઇન્ટેનન્સ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.