કડી: કડી ના ચંપાબા ટાઉન હોલ ખાતે નાયક ભોજક સમાજના 20 જેટલા બટુકોને જનોઈ ધારણ કરાવામાં આવી તેમજ યજ્ઞોપવિત સંસ્કાર કરાયા
Kadi, Mahesana | Nov 23, 2025 કડી શહેરના ચંપાબા ટાઉન હોલ ખાતે શનિવાર ના દિવસે સમસ્ત કડી નાયક ભોજક સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કડી ગાયત્રી પરિવારના કાર્યકરો દ્વારા શાસ્ત્રોત વિધિ અનુસાર 20 બટકો ને જનોઈ ધારણ કરાવવામાં આવી હતી.યજ્ઞોપવિત સંસ્કાર વિધિ પૂર્ણ થયા બાદ બટુકોની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.સમારોહનું ઉદ્ઘાટન પૂજ્ય ઉર્વશીબાના હસ્તે કરવામાં આવ્યું હતું.પૂર્વ. નાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.