ગોધરા: શહેરમાં કોરોનાકાળ જેવી શાંતિ — દિવાળી વેકેશનને કારણે શહેરના રસ્તાઓ બન્યા સૂમસામ, સોમવારથી પુનઃ ધમધમાટ જોવા મળશે
દિવાળી વેકેશનને કારણે ગોધરા શહેરમાં કોરોનાકાળ જેવી શાંતિ છવાઈ ગઈ હતી. સામાન્ય રીતે ધમધમતા રસ્તાઓ જેમ કે દાહોદ હાઈવે, બસ સ્ટેન્ડ, માર્કેટ યાર્ડ રોડ અને રેલવે સ્ટેશન વિસ્તાર આજે સૂમસામ જોવા મળ્યા. સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેતા શહેરમાં અવરજવર ઘટી ગઈ હતી. જિલ્લા સેવાસદન કચેરી પણ ખાલી રહી, જ્યાં સામાન્ય દિવસોમાં અરજદારોની ભીડ રહેતી હતી. કર્મચારીઓ રજાએ હોવાથી કોઈ કામગીરી થઈ ન હતી. સોમવારથી કચેરીઓમાં ફરી કામકાજ શરૂ થવાથી શહેરમાં ધમધમાટ પાછો ફરશે