પલસાણા: ₹. 3.87 લાખથી વધુના 15 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ કડોદરા પોલીસે પરત આપ્યા.
Palsana, Surat | Nov 1, 2025 સર્વેલન્સ સ્ટાફના માણસોએ કુલ 15 મોબાઇલ ફોન જેની કિમંત રૂપિયા 3, 87, 500,  ની કિમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર કડોદરા GIDC પોલીસે સાર્થક કરેલ છે.  આમ કુલ 15 ગુનાઓનો ભેદ કડોદરા પોલીસે ઉકેલી  કુલ રૂપિયા 3 લાખ 87 હજાર 500 નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાગળો બનાવી તેના મૂળ માલિકને " તેના મૂળ માલિકને "તેરા તુજકો અર્પણ" કાર્યકમ હેઠળ ભોગ બનનાર ઈસમોને બોલાવી તમામને પાછા આપ્યા.