સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ પાટડી-જરવલા રોડ પર ટર્નિંગ પાસે એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો જેમાં લખતરના વતની હાર્દિકભાઈ તેઓની પત્ની સાથે જરવલા ગામે જઈ રહ્યા હતા તે અરસામાં ધડાકાભેર કાર પુલ સાથે અથડાઈ હતી જે બાદ કારના ફુરચા ઉડી જવા પામ્યા હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાની થઈ નહોતી પરંતુ કારને નુકશાન થવા પામ્યું હતું.