દસાડા: સુરેન્દ્રનગર ખાતે ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની જાહેર સભામાં દસાડાના ધારાસભ્ય સહિત કાર્યકરો રહ્યા ઉપસ્થિત
સુરેન્દ્રનગર ખાતે ભાજપ ના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અભિવાદન સમારોહ પ્રસંગે જાહેરસભા આયોજિત કરવામાં આવી હતી જેમાં વિશાળ માનવ મેદની જોવા મળી હતી આ પ્રસંગે દસાડા તાલુકામાંથી દસાડા વિધાનસભાના ધારાસભ્ય સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં સુરેન્દ્રનગર ખાતે સભા સ્થળે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિશાળ જનસભાને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને સુરેન્દ્રનગર ભાજપના હોદ્દેદારો દ્વારા સંબોધવામાં આવી હતી.