સુરત sog એ ઓટો રિક્ષા ગેંગના સાગરીત ની ધરપકડ કરી છે.મંગળવારે શહેર sog એ સલાબતપુરા ખાતેથી આરોપી હમીદ ગણી શેખ ને ઝડપી પાડ્યો છે.બે થી ત્રણ મહિના પહેલા આરોપી અને તેના સાગરીતોએ સિંગણપોર ચાર રસ્તા ખાતેથી પેસેન્જર ને બેસાડ્યો હતો.જે બાદ આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવ્યા બાદ રૂપિયા 50 હજાર ચોરી કરી લીધા હતા.જે અંગે સિંગણપોર પોલીસ ચોપડે ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી sog એ હાથ ધરી હતી.