મોરબી: મોરબીના ભરતનગર પાસે રોડની બદતર હાલત : ખાડાના કારણે સ્કૂટર લઈને જતા મહિલાને નડ્યો અકસ્માત
Morvi, Morbi | Sep 26, 2025 નેશનલ હાઇવેની ખરાબ હાલતને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેવામાં આ બિસ્માર હાઇવે ઉપર મસમોટા ખાડાને કારણે મોરબીના ભરતનગર પાસે સ્કૂટર લઈને જતા મહિલાને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.